Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શેરપુરા વિસ્તાર નજીક આવેલ ચાંદની કોમ્પ્લેક્ષ પાસે રોડ પર લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોતજોતામાં આખે આખું ટ્રાન્સફોર્મર ધડાકા સાથે આગની જ્વાળાઓમાં નજરે પડતા ઉપસ્થિત લોકોના જીવ એક સમયે ટાળવે ચોટ્યા હતા.

સ્થાનિકોએ ફાયર એક્સટિંગ્વિશરથી આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા જોકે તેઓને સફળતા ન મળતા આખરે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા અંતે ફાયર ફાઈટરોએ બાજી સંભાળી આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં તેને કાબુમાં લીધી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે મોડી સાંજના સમયે આ ઘટના સર્જાઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે, ઘટનાના પગલે એક સમયે ભરૂચ-દહેજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જોકે ગણતરીના સમયમાં ટ્રાફિક હળવો થયો હતો.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

વારંવાર ડ્રેનેજની કમ્પ્લેન આપવા છતાં અંકલેશ્વર નગરપાલિકા કામ નથી કરતી હોવાનું પ્રજા આક્ષેપ કરી રહી છે…

ProudOfGujarat

ગોધરા તાલુકાના દરૂણિયા ગામ પાસે આવેલ સબા સપુરા ઢોલીવાસ ખાતે રહેતા એક યુવાને પાણી ની વાવ માં ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી : ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી

ProudOfGujarat

જ્યોર્જિયાએ ભારતીય ડિઝાઈનર રોઝી અહલુવાલિયાના પરંપરાગત લહેંગામાં રેમ્પ પર અભિનય કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!