Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભગવાન કષ્ટભંજન દેવના દિવ્ય દર્શન : હિમાલયની થીમના સુંદર દ્રશ્યોના દર્શન કરી ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા

Share

શિયાળામાં હાલ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઇ ચુકી છે. તેવામાં બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઠંડી લાગી હોય તેમ રૂ નો શણગાર કરવામાં આવ્યો હતો.

હનુમાન દાદાને ઠંડી લાગી હોય અને રૂ નો શણગાર કરાયો હતો. દાદાની મૂર્તિ તથા આખા ગર્ભગૃહને રૂ થી ભરી દેવામાં આવ્યું હતું. આ રૂ નાં શણગારથી દાદા હિમાલયમાં બિરાજમાન હોય તેવું પ્રતીત થતું હોય તેવું દેખાઈ રહ્યું હતું. દાદાની પ્રતિમાને ગરમ કપડાં પહેરાવવામાં આવ્યા હતા.તો બીજી તરફ અહીં સુંદર લાઈટના કારણે ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા જે સૌ કોઈએ મંત્રમુગ્ધ કરનાર હતા. ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં સારંગપુર ધામ ખાતે દર્શનાર્થીઓ આવતા હોય છે. આજે શનિવારના દિવસે કષ્ટભંજન દેવના દર્શનાર્થે લોકો ચાલીને પણ આવતા હોય છે. દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ ભગવાનના સુંદર ધામના અને આ થીમ જોઈને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાળંગપુર ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેવામાં ભક્તોઓએ વહેલી સવારે દિવ્ય રૂપના દર્શન કર્યા હતા.

Advertisement

Share

Related posts

વલસાડની શિક્ષીકાને નેશનલ એવોર્ડ મળશે..

ProudOfGujarat

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!