Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખોડલધામ મંદિરનાં સાતમાં પાટોત્સવ નિમિત્તે CM ધ્વજારોહણ કરશે

Share

સમસ્ત લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા રાજકોટ જિલ્લામાં વીરપુર પાસે કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતા 7 મા વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે 7 મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ કરાશે તેમજ તેમની સાથે રાજ્યના મંત્રીમંડળ, ધારાસભ્યો અને લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ખોડલધામ મંદિર ટ્રસ્ટના કન્વીનરોની મિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, તેમજ માં ખોડલની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેનારા ગુજરાત સરકારના નવનિયુકત મંત્રીઓનું સન્માન કરાશે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં વિદેશથી આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મ્યુ.કોર્પોરેશનએ સરકાર પાસે કરી આ માંગ

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામમાં નૂતન સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!