Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સંતરામ રોડ પર તસ્કરો એ 4 દુકાનોના તાળા તોડી ચોરી આપ્યો અંજામ

Share

નડિયાદ શહેરના સંતરામ રોડ પર નાની શાક માર્કેટની સામે આવેલ બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ  ૪ જેટલી દુકાનોના બુધવારે રાત્રે તાળા તૂટ્યા છે. તસ્કરોએ  દુકાનોમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઇ ગયા છે. સવારે  દુકાનદારો આવતાં પોતાની દુકાનોના શટરના તાળા તૂટેલા જોતાં તેઓ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવી છે. તસ્કરોએ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યાં હતાં. દુકાનોના શટરને ડ્રીલ કટર મશીનની મદદથી તોડી ચોરી કરી ફરાર થયાં છે. સીસીટીવીમા બે ચોર દુકાનમાં અંદર જઈ કરી ચોરી કરતાં નજરે પડ્યાં છે. નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.દુકાનદારના જણાવ્યા મુજબ આ ચોરીને અંજામ આપવા તસ્કરો ઉપરથી ઘૂસ્યા અને ૧૦ થી ૧૨ ના સમયગાળામા જ આ ચોરી આચરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાના આર્યુર્વેદીક દવાખાના વાંકલ અને કંટવાવ દ્વારા સૌપ્રથમવાર આર્યુર્વેદીક તાલીમ શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

જિલ્‍લા કલેકટર આર. આર. રાવલે અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ભગોદ ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!