Proud of Gujarat
FeaturedGujaratINDIA

ને.હા.48 પર નબીપુર પાસે ટેમ્પો, રીક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે મોત

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હા.48 ઉપર અવાર નવાર અકસ્માતોની ધટના ઘટે છે અને અકસ્માતમાં કેટલાય લોકો જીવ પણ ગુમાવે છે એવી જ એક ઘટના ગતરોજ સાંજના સમયે સર્જાઈ હતી જેમાં ગતરોજ સાંજના સમયે ને.હા.48 ઉપર નબીપુર કવિઠા ચોકડી ઓવરબ્રિજ ઉતરતા વડોદરા તરફથી ભરૂચ તરફ એક આઈશર ટેમ્પા નંબર TN-77-Q-4658 જઈ રહ્યો હતો તે સમયે બ્રિજ ઉતરતા એક પેસેન્જર રીક્ષાને ટક્કર મારી આગળ ભાગી જતા નબીપુર કવિઠા સ્ટેન્ડ પાસે આવેલ ફાઈવ સ્ટાર હોટલ પાસે એક કન્ટેનર નંબર GJ-06-HK-2043 જે ભરૂચ તરફ જઈ રહ્યું હતું તેમાં પાછળથી ધડાકાભેર ઘુસી જતા ટેમ્પા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે ને.હા. 48 પર વડોદરાથી ભરૂચ તરફનો ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ઘટના અંગેની જાણ નબીપુર પોલીસ સ્ટેશનને કરાતા પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભરૂચ ટ્રાફિક પોલીસને પણ જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી ગયા હતા. તેઓએ પ્રથમ મૃતકની કબજો મેળવી પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો. બનાવ અંગે નબીપુર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડીયાદ શહેરમાં એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું

ProudOfGujarat

વડોદરાની M.S યુનિવર્સિટીમાં ફરી એકવાર પઠાણ ગેંગ સક્રિય, મારપીટ અને છેડતીની બનાવો વધ્યા

ProudOfGujarat

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલયમાં આચાર્ય અને ટ્રસ્ટીની મિલીભગતથી 180 વિદ્યાર્થીઓને ગેરકાયદે પ્રવેશ આપ્યાનો મેનેજીંગ ટ્રસ્ટીનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!