Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ગામે ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ગૌવંશની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરતા બે ઇસમોને પોલીસે ₹4,23,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર અને નાયબ પોલીસવડા બી.કે વનાર દ્વારા તાલુકામાં ગોવંશ કતલ અને ગેરકાયદેસર પશુઓની હેરાફેરી અટકાવવા માટે સૂચના આપવામાં હતી જે અનુસંધાનમાં માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેલાભાઈ સાગરભાઇને બાતમી મળી હતી કે નાની નરોલી ગામના મલ્લા ફળિયામાં ઇલિયાસ ઈકબાલ જીવા ગોવંશની કતલ કરી માસનું વેચાણ કરનાર છે જેને આધારે ઉપરોક્ત સ્થળે હે. કો. સેમ્યુઅલભાઈ કાળીદાસભાઈ, પ્રદીપભાઈ જશવંતભાઈ, આસિફખાન ઝહીરખાન, વિપુલભાઈ વિક્રમભાઈ, સુહાગભાઈ શ્રીપદભાઈ, વગેરે પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ઇલ્યાસ ઈકબાલ જીવા અને નાનુંભાઇ કાળાભાઈ વસાવા બંને રહે નાની નારોલી ગામ ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપર થી 340 કિલો ગૌમાંસ, એક જીવતો વાછરડો, એક ઇકોવાન ગાડી, બાઈક નંગ બે, એક ડીપ ફ્રીજ, ગાયને કતલ કરવા માટેના સાધનો, કુહાડી, છરા, લાકડું, દોરડું સહિત કુલ 4,23,800 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મહંમદ આદમ વડીયા રહે. તડકેશ્વર ગામ તાલુકો માંડવી, આસિફ યુસુફ ભૂલા રહે. કોસાડી ગામ તાલુકો માંગરોળ હુઝેફા ઈકબાલ રંદેરા રહે કોસાડી ગામ તાલુકો માંગરોળને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

સુરતમાં નામચીન વસીમ બીલ્લાને મારવા અપાઈ હતી ૧૦ લાખની સોપારી, 3 આરોપી ઝડપાયા, જાણો વધુ….!!

ProudOfGujarat

ભારતમાંથી 70 દિવસમાં બ્રિટન પહોંચે છે આ બસ! 18 દેશોને કરે છે પાર, જાણો કેવી રીતે શક્ય છે મુસાફરી.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટને લઈ સાંસદ આગબબુલા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!