Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરાઇ.

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. શહેર વિસ્તાર માટે દરેક વોર્ડમાં ટીમોની રચના કરી દેવામાં આવેલી છે. રહેણાંક મિલ્કતોના બાકી વેરા વસુલાત માટે નળ કનેક્શન તેમજ કોમર્સીયલ મિલ્કતો સીલ કરવાની કામગીરી ચાલુ છે. હાલમાં તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૩/૨૦૨૩ દરમ્યાન રૂ.૩૮,૦૦૦,૦૦/- લાખ (અંકે. આડત્રીસ લાખ) પુરાનું વેરા વસુલાત કરવામાં આવેલ છે. તેમજ આ કામગીરી સતત ચાલુ છે અને રોજબરોજ વેરા વસુલાત માટે નગરપાલિકા સઘન કામગીરી કરી રહેલ છે અને બાકી વેરા મિલ્કતોને સીલ કરવાની કામગીરી તેમજ પાણીના કનેક્શન કાપવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહેલ છે. મિલ્કત ધારકોએ તાત્કાલીક અસરથી પોતાના મિલ્કતના બાકી વેરા તાત્કાલીક અરસથી ભરૂચ નગરપાલિકામાં જમા કરાવવા અને શીલિંગની કામગીરી તેમજ નળ કનેક્શન કપાવવાથી બચો.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના માત્રોજ ગામના પાટિયા પાસેથી ગેરકાયદે દારૂની હેરાફેરી કરનાર એક ઇસમની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વ પહેલા વડોદરામાં ફુડ ચેકીંગ વિભાગના દરોડા

ProudOfGujarat

ભરૂચના સ્પાઓમાં મહિલા સ્પા વર્કરો ઉપર પોલીસ કર્મીઓ પોતાની કામગીરીનો પ્રભાવ ઉભો કરવા પાછળનું રહસ્ય શું ? ચાલતી લોકચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!