Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર હવા મહેલ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં હવા મહેલને જોડતા માર્ગ ઉપર આજરોજ સવારના સમયે રસ્તાની બાજુમાં આવેલ એક ખુલ્લી જગ્યામાં એક યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ નજરે પડતા ભારે ચકચાર મચી હતી, ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી મામલે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

રસ્તાની બાજુમાં જ મળી આવેલ લાશ ઉપર પ્રથમ દ્રષ્ટિએ ઇજાના નિશાન હોવાનું જાણવા મળ્યું છે, તેમજ લાશની પાસે પથ્થર પણ પડેલ હોવાનું માલુમ પડ્યું છે, ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવકની હત્યા કરાઈ હોવાનું ઘટના સામે આવ્યા બાદ ચર્ચાઈ રહ્યું છે, તો બીજી તરફ પોલીસે પણ સ્થળ પર પહોંચી જઈ પ્રથમ મૃતક યુવકની ઓળખ વિધિ અંગેની કવાયત શરૂ કરી છે.

Advertisement

અંકલેશ્વર પોલીસે લાશનો કબ્જો મેળવી લઈ ઘટના સ્થળ પર તપાસ આરંભી છે, સાથે જ લાશને અંકલેશ્વર પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હત્યાની આશંકાઓ વચ્ચે મામલે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.


Share

Related posts

ડેડીયાપાડાના ઉપલીમોહબુડી ગામે વીજળી પડતા બે ના મોત, 5 ની હાલત ગંભીર.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે જલારામ નાળું બંધ કરાયું  છતાં યુવક નીકળવા જતા પટકાયો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં ઉલટી ગંગા વહી : સિવિક સેન્ટરમાં વેરો ભરવા આવેલા લોકો અટવાયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!