Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Share

સુરતના કાપોદ્રા વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં આવેલા હીરાના કારખાનામાં જુગાર રમતા 7 રત્નકલાકારને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.12,620 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસે મળેલી બાતમીના આધારે શનિવારે મધરાત બાદ ગાયત્રી સોસાયટી ખાતા નં.29,30 ના પહેલા માળે હીરાના કારખાનામાં રેઈડ કરી હતી.પોલીસે ત્યાં જુગાર રમતા રત્નકલાકાર વિપુલ સવજીભાઇ રાઠોડ ( ઉ.વ.32, રહે.29,30, રાજુભાઇ ભાદાણીના કારખાનામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), વાસુર ખીમજીભાઇ મકવાણા ( ઉ.વ.32, રહે.32, રાધેશ્યામ ભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), સુખા રામભાઇ ડાભી ( ઉ.વ.30, રહે.253, અનીલભાઇના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), યશ હરસુખભાઇ આંત્રોલીયા ( ઉ.વ.19, રહે.29,30, રાજુભાઇ ભાદાણીના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ), મીઠા સોંડાભાઇ મકવાણા ( ઉ.વ.26, રહે.39, બીજો માળ, વિશાલભાઇના ખાતામાં, ગાયત્રી સોસાય, કાપોદ્રા, સુરત ), ધર્મેશ હીમતભાઇ મકવાણા ( ઉ.વ.22, રહે.29,30, રાજુભાઇ ભાદાણીના ખાતામાં, ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત ) અને લાલજી લાખાભાઇ ચૌહાણ ( ઉ.વ.29, રહે.એબી 16, અક્ષરધામ સોસાયટી, કાપોદ્રા, સુરત ) ને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા રત્નકલાકારો પાસેથી રોકડા રૂ.12,620 કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

કરજણના વલણ ગામે ચોથો હિજામા કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચની પૂર્વ પટ્ટીમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભીડ : અફવાઓ વચ્ચે પેટ્રોલ પુરાવવા લાંબી કતારો, કેટલાક પંપ પર “પેટ્રોલ નથી”ના બેનરો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!