Proud of Gujarat
FeaturedGujaratINDIA

તમારું ભરૂચ હોય તો ભલે હોય, હું ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નહીં કહી કાચા કામના કેદીનો અમલદાર પર જીવલેણ હુમલો

Share

ભરૂચ સબજેલમાં કાચા કામના કેદી અને જેલમાં બેરેક હાજરી નોંધતા જેલ અમલદાર વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે, જે બાદ મામલે જેલ અમલલદાર દ્વારા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે કાચા કામના કેદી સામે ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સબ જેલ ખાતે હલાવદાર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર નટવરલાલ વસાવા તારીખ 14/05/2023 ના રોજ સવારના સમયે સબજેલના બેરેક નંબર સી /2 માં કેદીઓની ગણતરી કરવા માટે ગયા હતા, જ્યાં તેઓએ તમામ કેદીઓને બે બે ની જોડમાં બેસવા માટે કહ્યું હતું પરંતુ સબ જેલમાં કાચા કામના ગુનામાં સજા કાપી રહેલ ચિરાગ અશોકભાઈ પંડયા નામનો કેદી બેસ્યો ન હતો.તેમજ અચાનક ઉશકેરાઈ જઈ હવાલદાર સંજય કુમાર વસાવાને ગાળો બોલી તેની નજીક જઈ કોલર પકડી લઈ તમારું ભરૂચ હોય તો ભલે હોય પણ હું જેલ બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું આજદિન સુધી ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નથી તેમ જણાવી હવાલદાર ઉપર હુમલો કર્યો હતો, જે બાદ અન્ય કેદીઓએ બંનેને છોડવ્યા હતા.

Advertisement

મામલે હવાલદાર દ્વારા ભરૂચ જેલ ઇન્ચાર્જ અધિક્ષક એન.પી રાઠોડને માહિતગાર કરતા અધિક્ષકની હાજરીમાં કાચાકામના કેદીએ ફરીથી ઉશકેરાઈ જઈ હવાલદાર સંજયકુમારને ગાળો બોલવા લાગ્યો હતો અને પોતાના હાથમાં પતરાના તિક્ષ્ણ હથિયાર વડે જાતે જ લીટા પાડી લઈ હું તારા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી તને નોકરીમાંથી કઢાવી નાખીશ જેવી ધમકીઓ આપતાં આખરે જેલ હવાલદાર દ્વારા મામલે કાચા કામના કેદી ચિરાજ અશોકભાઈ પંડયા સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવ્યો હતો.


Share

Related posts

રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને કેસરી રંગ લગાવાયો, વિવાદ થતાં જ સફેદ કલર લગાવવાનું શરૂ કર્યું

ProudOfGujarat

વડોદરા : ધનપુરી પ્રાકૃતિક પ્રવાસન કેન્દ્રમા ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા અપાતા ૭૬ હજાર પ્રવાસીઓએ લીધી મુલાકાત.

ProudOfGujarat

છુટાછેડા વિના લગ્ન કરવા પતિ યુપી વતને ગયો, પરીણિતાએ મંડપમાં પહોંચી ભાંડો ફોડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!