Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

Share

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઆઇએલ કંપનીમાં એક કામદારની તબીયત લથડતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા જીઆઇડીસી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામે રહેતા 49 વર્ષીય ભીમસીંગ વસાવા જીઆઇડીસી માં આવેલ જીઆઇએલ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તેઓની તબીયત બગડતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે જીઆઇડીસી પોલીસ મથક માં જાણ કરતા પોલીસે આવીને આકસ્મિક મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

યોગી પટેલ

 


Share

Related posts

અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે SOG ના દરોડા, શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો તેમજ બોલેરો પીકઅપ ઝડપાઈ, બે ઈસમોની ધરપકડ

ProudOfGujarat

ગુજરાતની મહિલાએ ખેડૂતે ગાયના છાણમાંથી બનાવી રાખડી: કિંમત નજીવી અને ફાયદા અનેક

ProudOfGujarat

આરોગ્ય સાથે ચેડા : વલસાડના જોધપુર સ્વીટ માર્ટની દુકાન ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે છાપો માર્યો.

ProudOfGujarat
error: Content is protected !!