Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વેલાછા ગામે કોસંબા પોલીસના નવા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું

Share

માંગરોળ તાલુકાના વેલાછા ગામે આજરોજ કોસંબા પોલીસના નવા આઉટ પોસ્ટનું લોકાર્પણ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આઉટ પોલીસ સ્ટેશનમાં 7 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

માંગરોળ તાલુકાના વેલાછા ગામે કોસંબા પોલીસ મથકના આઉટ પોલીસ મથકનું લોકાર્પણ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આઉટ પોલીસ મથકમાં માંગરોળ તાલુકાના (1) વેલાછા (2) લીંબાડા (3) શેઠી (4) કઠવાડા (5) સિયાજલ (6) કુવરદા (7) પાણેથા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મુખ્યત્વે હિન્દુ – મુસ્લિમ, ખિસ્તી ધર્મની વસ્તી છે તેમજ 5000 પરપ્રાંતિય લોકોની વસ્તી છે. 50 જેટલા ઔદ્યોગિક એકમ આવેલા છે. લોકોની પોલીસ સુધી પહોંચ અને પોલીસની લોકો સુધીની પહોંચ સરળ બનાવવાના અભિગમ સાથે આ વેલાછા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર, Dy.SP બી.કે વનાર, પી.આઇ એચ.બી ગોહિલ, PSI જે.કે મૂળિયા, PSI એ.બી આહીર સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….

ProudOfGujarat

વન્ય અભિયારણ માં કેમિકલ નિકાલ ના કૌભાંડ ના મુખ્ય સૂત્રધારો માં અંકલેશ્વર ના વધુ એક ઈસમ નું નામ જાહેર થયું…

ProudOfGujarat

બ્રહ્માકુમારીઝ દ્વારા નડીઆદની સમાજસેવા અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!