Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો

Share

શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર (સુયોગમ) દ્વારા નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શ્રી સંતરામ મંદિરના લીમડાવાળા મેદાનમાં યોજવામાં આવ્યો.

જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી યોગપીઠાધિશ્વર રામદાસજી મહારાજ, આચાર્ય ધર્મેન્દ્ર સાહેબ (કબીર સંપ્રદાય), પૂજ્ય મુદિતવદનાનંદજી, સંતરામ મંદિરના સંત શ્રીઓ  પૂજ્ય નિર્ગુણદાસજી,પૂજ્ય સત્યદાસજી, પૂજ્ય સર્વેશ્વરદાસજી, પૂજ્ય મોરારીદાસજી, પૂજ્ય હરેશ્વરદાસજી નાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને યોગ કાર્યક્રમને શુભારંભ કરાવેલ. સુયોગમ પ્રશિક્ષક ચાંદનીબેન અને પંકેશભાઈ તેમજ સુયોગમ સાધકો દ્વારા યોગાસનો, પ્રાણાયામો અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો. કાર્યક્રમના અંતે પૂજ્ય સંતશ્રી નિર્ગુણદાસજી દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ યોગ દિનના યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં વિદ્યાલયના બાળકો, બ્રહ્મર્ષિ  સંસ્કારધામના ઋષિ કુમારો અને યોગસાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

શનિવારે વિરમગામના ઐતિહાસિક શ્રી ગેગડી હનુમાનજી દાદાનો હોમાત્મક યજ્ઞ યોજાયો.મોટી સંખ્યામાં ભક્તોએ ગેગડી હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને પ્રસાદ ગ્રહણ કર્યો…

ProudOfGujarat

રાજપીપલા નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે ધારાસભ્ય રીતેષ વસાવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!