Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ ભારત અભિયાન યોજના હેઠળ નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન મેપલ હોસ્પીટલ આર.કે. કાસ્ટા ભરૂચ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો, તેમના પરિવાજનો તેમજ મિત્રો માટે કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં રેન્ડમ બ્લડ સુગર– ડાયાબિટીસ, ઓકસીઝન લેવલ, બ્લડ પ્રેસર, ઈલેકટ્રો કાર્ડીયોગ્રામ હદયની સ્વસ્થતા જેવી તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાંત તબીબના કન્સલ્ટેશન સાથે હોસ્પીટલ વીઝીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેપલ હોસ્પીટલના ડાયરેકટર નરેન્દ્રભાઇ વ્યાસે હોસ્પીટલની સુવિધા તેમજ આયોજન અંગે માહિતી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા પી.આર.ઓ.અને ઇવેન્ટ ચેરમેન જગદીશ સેડાલા તેમજ મંત્રી જીતેન્દ્ર રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં મેપલ હોસ્પીટલ દ્વારા સક્રિય પત્રકાર સંઘના માધ્યમથી આ રીતે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. પ્રથમ સેશનમાં યોજાયેલ આ કેમ્પનું બીજું સેશન પણ યોજાશે, જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના બાકી સભ્યો તથા તેમના પરિવારજનો તેનો લાભ લઈ શકશે. આવનારા દિવસોમાં ક્યારે બીજું સેશન યોજાશે તેની માહિતી સંઘના પત્રકારોને ઇવેન્ટ ચેરમેન દ્વારા આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઓનલાઈન એપ્લિકેશનથી IPL ની મેચ ઉપર હાઈટેક સટ્ટા બેટીંગનો પર્દાફાશ કરતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ, ચાર ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની પંચાયતી ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો ભરાયા.

ProudOfGujarat

ભરૂચની મર્હુમ દાઉદ મુન્શી શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!