Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદી ભયજનક સપાટીથી નજીક

Share

વલસાડની ઔરંગા નંદીની સામાન્ય સપાટી વધતા ભયજનક સપાટીની નજીક પહોંચી છે. ઉપરવાસમાંથી પાણી આવતા નદીઓમાં નવા નીર આવી રહ્યા છે.

વલસાડમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઔરંગાબાદની સામાન્ય સપાટી 3 મી. વધીને 5 મી સુધી પહોંચી છે. 7.72 મી ભયજનક સપાટી હોય છે ત્યારે હાલ તો ડેમની સપાટી વધી છે. હાલ 5 મીટર ઉપર આ જળસપાટી પહોંચી છે

Advertisement

સતત ઉપરવાસમાં પડી રહેલા પાણીના કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. કઈ રીતે નદીનું જળસ્તર નિયંત્રિત કરવું તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તે પણ એક પ્રશ્ન છે કેમ કે, ભારે વરસાના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે.

કપરાડા તાલુકામાં પાણી થતા તેનું પાણી આ નદીમાં આવે છે. હાલ ઔરંગા નદીની સપાટી 5 મી. પહોંચી છે. જેના કારણે નગરપાલિકામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. ચોમાસાની શરુઆતમાં જ આ જળસપાટી પહોંચી છે.

અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી તેને જોતા દક્ષિણ ગુજરાતના સમગ્ર પંથકમાં વરસાદ નોંધાયો છે. ત્યારે નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા પણ જોવા મળી રહી છે.


Share

Related posts

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે રમતોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે  ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!