Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ દહેજ રેલવે લાઈન ઉપર આવેલ દયાદરા સ્થિત ફાટક નંબર 11 બે દિવસ બંધ રહેશે, વૈકલ્પિક ફાટકનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જાહેર નોટિસ અપાઈ.

Share

ભરૂચથી દહેજ જતી પશ્ચિમ રેલવે લાઈન ઉપર દયાદરા ગામ ઉપર રેલવે ક્રોસિંગ માટે ફાટક આવેલી છે. આ ફાટક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 નબીપુરથી ભરૂચ જંબુસર રાજ્ય ધોરીમાર્ગને જોડતા માર્ગ ઉપર દયાદરા તરફના છેડે આવેલ છે. જે માર્ગ પરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર વાહનોની અવર જવર થાય છે.

આ ફાટકનું સમારકામ કરવાનું હોવાથી રેલવે તંત્ર દ્વારા ફાટક તારીખ 17.07.2023 ને સવારે 09.00 કલાક થી તારીખ 18.07.2023 ને સાંજના 18.00 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવશે. તો આ રસ્તાના વૈકલ્પિક ઉપયોગ માટે ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રેલવે ફાટક નંબર 05 નો ઉપયોગ કરી શકાશે. આ અંગે રેલવે તંત્ર દ્વારા દયાદરા ફાટક ઉપર જાહેર જનતા માટે જાહેર નોટિસ પણ મૂકવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે એક જ દિવસમાં ચાર જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

અંકલેશ્વર નગપાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : મારામારી પ્રકરણમાં ઇજાગ્રસ્ત વકીલનું દસ દિવસ બાદ મોત થતા ચાર આરોપીઓને ઝડપી પાડતી પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!