Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના હનુમાનજીના ટેકરા વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, હજારોના મુદ્દામાલ સાથે 7 ની ધરપકડ

Share

ભરૂચ એ ડિવિઝન પોલીસે રાત્રી પેટ્રોલિંગમાં હનુમાનજીના ટેકરા પરથી જુગાર રમતા 7 ઇસમોને રૂપિયા 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

શહેર પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે હનુમાનજીના ટેકરા પર દરોડો પડાયો હતો. દરોડામાં સાત જુગારી સ્થળ પર રોકડા 10,740, ત્રણ મોબાઈલ મળી કુલ 25,470 ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જુગરધારા હેઠળ રાજેશ વસાવા, જયદીપ જગતાપ, ધવલ માછી, સાબિર દિવાન, હર્ષિલ મિસ્ત્રી, ગિરીશ વસાવા અને કિરણ વસાવાની ધરપકડ કરાઈ હતી. જ્યારે સંજય મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Advertisement

Share

Related posts

લોકો મરતા રહ્યાને ભાઈ સાહેબ બંગાળમાં દીદી ઓ દીદી કરતા રહ્યા, અંકલેશ્વરમાં ભાજપનાં નેતાએ પક્ષ સામે બાયો ચઢાવી.

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામેથી અતિ દુર્લભ રસેલ વાઇપર સાપને રેસ્ક્યુ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!