Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીમાં ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઈ રહેલા ચાર સિંહોને ટક્કર મારી, એક સિંહનું મોત

Share

અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક માલગાડી આવી જતા બે સિંહ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. જ્યારે એક સિંહને ઈજા પહોંચી હતી. તેને જૂનાગઢ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો.

આ ઘટના બાદ વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો? સિંહો કયા વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા, તેને લઈ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. રાજુલા રેન્જ RFO એ મીડિયાને જણાવ્યું હતું કે, 2 સિંહને રેલવે સેવકોએ બચાવી લીધા હતા. ઈમર્જન્સી બ્રેક મારવામાં આવતા 2 નો બચાવ થયો હતો. પરંતુ એકનું મોત થયું છે અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે.

Advertisement

અત્યારસુધીમાં પીપાવાવની માલગાડીની અડફેટે આવી ચડતા 25 જેટલા સિંહોનાં મોત થયાં છે. અગાઉ રેલવે ટ્રેક પર ફેન્સિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે, તાઉ-તે વાવાઝોડા બાદ આ ફેન્સિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જે બાબતે સરકારનું પણ ઘણી વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક સમારકામ હાથ ધરે તો બીજા સિંહોનાં મોત થતાં અટકી શકે છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે તાકીદે ફેન્સિંગનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.


Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ઓનલાઈન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

દહેજની હિન્દુસ્તાન એમ.આઈ. શ્વાકો કંપનીએ અચાનક પ્લાન્ટ બંધ કરી દેતાં તેમાં નોકરી કરતાં લેન્ડ લુઝર્સનું ભાવી અંધારમય

ProudOfGujarat

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમને ઝડપી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!