Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનો હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતાં વડોદરા ACB ના હાથે ઝડપાયો

Share

નેત્રંગ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો. મૂળ ઓડીસાના અને નેત્રંગમાં ગણેશ માર્કેટીંગ નામની દુકાન ધરાવતાં રાજેશ અને મનોજ દાસ પાસે અમદાવાદના વિરલ ઠક્કર નામના શખ્સે 10 એસી ખરીદ્યા હતાં પણ તેમણે રૂપિયા ન ચુકવતાં તેમની સામે કેસ થયો હતો.

દરમિયાનમાં નેત્રંગ પોલીસે રાજેશને પ્રોહિબિશનના કેસમાં ઝડપી પાડતાં અમદાવાદની નરોડા પોલીસ તેને લઇ ગઇ હતી. બીજી તરફ નેત્રંગના હેકો વિજયસિંહે તેના ભાઇ મનોજને તારા વિરૂદ્ધ પણ 56 હજારની ફરિયાદ થઇ છે. ત્યારે ત્યાંના 56 હજાર અને પટાવટના 44 હજાર મળી એક લાખની માંગણી કરતાં તેણે 92 હજાર આપ્યાં હતાં. જેમાંથી બાકી રહેલાં 8 હજારની લાંચ લેતાં ગત રોજ તે ઝડપાઇ ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના વાયરસના બે દર્દીની ખોટી અફવાનાં મેસેજથી રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

સુરતના ઉમરા વિસ્તારમાંથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!