Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : અંકલેશ્વરનાં ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર નજીક એક ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ફાયર શાખાને જાણ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવાયો હતો. આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચનાં અંકલેશ્વર હાઇવે નજીક બાજુમાં આવેલા ન્યુ ઈન્ડિયા માર્કેટમાં એક ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ કયાં કારણોસર લાગી હતી તેવી કોઈ વિગતો સ્પષ્ટપણે બહાર આવી નથી. આ આગ લાગતાની સાથે જ આસપાસનાં વિસ્તારનાં લોકો આ ભંગારનાં ગોડાઉન પાસે એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર શાખાનો સંપર્ક સાધતાં ફાયર ફાઇટરોએ આગને કાબુમાં મેળવી હતી અને આગ થોડા જ સમયમાં આગ પર ફાયર શાખાનાં ફાયટરોએ આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું જાણતા તંત્રએ રાહતનો દંભ લીધો હતો.

અત્રે નોંધનીય છે કે ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર વિસ્તારમાં અનેક ફેકટરીઓ આવેલી છે તેમજ અહીં ભંગારનાં ગોડાઉન પણ આવેલા હોય છે. આ બનેલી ઘટનામાં ભંગારનાં વાડામાં આગ લાગી હતી તે આગ કયાં કારણોસર લાગી હતી ? તે તો પોલીસ તપાસ થયા બાદ જ જાણવા મળશે. આગનાં બનાવની વધુ તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના દયાદરા ગામ પાસે ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠતા દોડધામ, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

ProudOfGujarat

લીંબડી તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પડતર માંગણીઓને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!