Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો, સ્થાનિકોને રાહત

Share

ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો કોઝ-વે ઓવરફ્લો થતા તેના પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી. જોકે, હવે 50 દિવસ બાદ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે અને તાપી નદી પર બનેલો છે.

અગાઉ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને તેના કારણે કોઝ-વે પણ ઓવરફ્લો થયો હતો. કોઝ-વે ની સપાટી 6 મીટર કરતા વધુ પાણીનું વહનને જોતા તંત્ર દ્વારા આ કોઝ-વેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, હવે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. જળસ્તરમાં ઘટાડો થતા કોઝ-વે પરનું જોખમ પણ ઘટ્યું છે.

Advertisement

આથી છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વેને હવે ફરી લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે. આથી કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે અવરજવર માટે કોઝ-વે ખુલી જતા સ્થાનિક લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ કોઝ-વે પરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકો અવરજવર કરતા હોય છે.


Share

Related posts

કરજણના નવી નગરી પાસે આવેલ ઝાડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

આફ્રિકા : કાંગોમાં નદીમાં હોડી પલટતાં 51 લોકોના મોત: 69 લોકો લાપતા

ProudOfGujarat

રાજપારડી ગામે ધોધમાર વરસાદ વરસતા વિજ થાંભલો કોતરડીમાં તણાયો વિજ વિભાગના કર્મચારીઓએ ઝહેમત ઉઠાવી રિપેરિંગની કામગીરી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!