Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના બોરભાઠા બેટમાં વિધવા મહિલા બહેનના ઘરે સુવા ગઈ અને તસ્કરોએ મચાવ્યો તરખાટ

Share

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટમાં તસ્કરો એ તરખાટ મચાવ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી વિગત મુજબ વિધવા મહિલા પોતાનું મકાન બંધ કરી બીજા ફળિયામાં રહેતા સંબંધીને ઘરે સુવા જતાં તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.6.42 લાખના મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા.

અંકલેશ્વરના બોરભાઠાના આંબલી ફળિયામાં કમળા રમણભાઈ પટેલ પતિના મૃત્યુ બાદ તેમના પેન્શન અને ઘરકામ કરીને એકલવાયું જીવન ગુજારે છે. છેલ્લા ચાર દિવસથી તેઓ નજીક આવેલા સ્કૂલ ફળિયામાં રહેતી તેમની બહેન સોમી મણિલાલ પટેલના ઘરે જમવા અને સુવા માટે જતાં હતા. ગત રાત્રીના પણ તેઓ રાત્રીના પોતાના મકાનને તાળું મારી બહેનના ઘરે સુવા ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી કોઈ તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરે મકાનમાં રહેલા અલગ અલગ પતરાના કબાટો તોડી તેમાં રહેલા તેમના પતિના પેન્સનના રૂ.2.80 લાખ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.6,42,000 ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે બીજા દિવસે સવારે પાડોશી એ કમળાબેનને જાણ કરી હતી કે, તેમના મકાનનો નકુચો તૂટેલો છે. જેથી તેઓ તાત્કાલિક ઘરે પહોંચી તપાસ કરતાં તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાના ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ProudOfGujarat

ભરૂચના દયાદરા અને કુકરવાડાના એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજની કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ લીધી મુલાકાત.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા એએમસીએ તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બરોડા બીએનપી પારિબા ચિલ્ડ્રન્સ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!