Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે  દરોડો પાડી મોટી માત્રામાં  ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

Share

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગઇ કાલે નડિયાદ શહેરના પશ્ચિમમાં  પીજ રોડ પર પેટ્રોલીંગ દરમિયાન  બાતમીના આધારે રામદેવપીર મંદિર સામે આવેલ શ્રી રંગ સોસાયટીના મકાનમાં એક ઈસમ મકાન ભાડે રાખી દારુનો જથ્થો સંગ્રહ કર્યો છે . પોલીસે  દરોડો પાડી અહીંયાથી પોલીસે કુલ ૬ લોકોને કાર મારફતે દારૂ સગેવગે કરતા ઝડપી પાડયા છે જેમાં ફીરોજ અલ્લારખા વ્હોરા (રહે.ફૈઝાનપાર્ક, બારકોસીયા રોડ, નડિયાદ), મનોજ ઉર્ફે ભુરીયો રસીકભાઇ રાજપુત (રહે.કમળા, નડિયાદ), ઈરફાનખાન ઈમ્ત્યાજખાન પઠાણ (રહે.પીજ રોડ, નડિયાદ), દિપક ઉર્ફે મેડીકલ ઈશ્વરભાઈ સરગરા (રહે.અમદાવાદી બજાર, નડિયાદ), અરબાજ ફીરોજખાન પઠાણ (રહે.પીજ રોડ, નડિયાદ), મહિપતસિંહ કિરીટસિંહ જાડેજા (રહે.પીજ રોડ, નડિયાદ)નો સમાવેશ થાય છે.

પોલીસે અહીંયા પાર્ક કરેલ એક કારમાંથી અને  મકાનમાં સર્ચ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે  પોલીસે ગણતરી કરતા કુલ બોટલો નંગ ૩૭૬૮ કિંમત રૂપિયા ૫ લાખ ૫૦ હજાર 800 તેમજ પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન રોકડ રૂપિયા સહિત કાર મળી કુલ રૂપિયા ૭ લાખ ૪૧ હજાર ૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.   પુછપરછ કરતા આ પકડાયેલ ફીરોજ અને ઈકબાલ ઉર્ફૈ મુન્નો બચુખાન પઠાણ (રહે.નડિયાદ) ભાગીદારીમાં  દારૂનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દારૂનો જથ્થો આબુરોડ રાજસ્થાન ખાતે રહેતા લક્ષ્મણ નામાના વ્યક્તિએ આપ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે કુલ ૮ વ્યક્તિઓ સામે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગણવાની : નડિયાદ


Share

Related posts

વાલિયાના વટારિયા પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટી ઑફ સસ્ટેનેબલ ટેક્નૉલૉજી અને મુંબઈ સ્થિત ICT વચ્ચે શૈક્ષણિક એમઓયુ કરાયા.

ProudOfGujarat

હાંસોટ રોડ ઉપર થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!