Proud of Gujarat
FeaturedGujaratINDIA

દબાણ કર્તાઓ સામે તંત્રની તવાઈ – વાગરા બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્ર કામે લાગ્યું

Share

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં આવેલ મુખ્ય બજારમાં છેલ્લા કેટલાય વખતોથી જાહેર માર્ગ પર જ ગમે ત્યાં વાહનો પાર્ક કરવા સહિત લારી ગલ્લા ઉભા કરી દેવા અને દુકાનોનો સામાન નડતર રૂપી મૂકી દેવા જેવા દબાણોના કારણે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાનું સર્જન થતું હતું.

વાગરા મુખ્ય બજારમાં વિકટ બનતી ટ્રાફિકની સમસ્યાઓ સામે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે વાગરા મુખ્ય બજાર વિસ્તારમાં પોલીસના કર્મીઓ આજે ઉતરી આવી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે દબાણ કર્તાઓને સૂચનો કર્યા હતા.

રસ્તા વચ્ચે જ નડતર રૂપી તમામ દબાણો વહેલી તકે દૂર કરવા અંગેના સૂચન પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, આ પ્રકારની કાર્યવાહી બાદ વાગરા ટાઉનમાં વિકટ બનેલ ટ્રાફિકની સમસ્યામાંથી આ દબાણો દૂર થયા બાદ છૂટકારો મળશે તેવું જાગૃત નાગરિકો માની રહ્યા છે.

Advertisement

Share

Related posts

શહેરા : વલ્લભપુર ગામે આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

રોટરી ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રાએ શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

લીંબડી શહેરમાં કોરોના મહામારી વચ્ચે મહોરમની સરકારી ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!