Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જીઆઇડીસીમાં આવેલ સ્મશાનમાં લાકડા મુકેલા રૂમમાં આગ લાગી

Share

નડિયાદમાં ગુરૂવાર સવારે સ્મશાનના લાકડાના રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે.

નડિયાદમાં કમળા જીઆઈડીસીમાં આવેલ સ્મશાનની ઓરડીમાં જ્યાં લાકડા મુકેલ હતાં તે જગ્યાએ આજે સવારે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. સૂકા લાકડા હોવાનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે ધૂમાડા નિકળતા આસપાસના લોકોએ તુરંત નડિયાદ ફાયરબ્રિગેડને કોલ કરી જાણ કરી હતી. તુરંત ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ પણે કાબૂમાં આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. સ્મશાનમાં લાકડા મુકવાની રૂમમાં આગના બનાવથી લાકડા બળીને ખાખ થઇ ગયા છે.

Advertisement

Share

Related posts

જંબુસરના દેવકૂઇથી દહેજ દેશીદારૂ આપવા જતાં ખેપિયો ઝબ્બે : બે બુટલેગર વોન્ટેડ

ProudOfGujarat

દહેજની ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીયલના વેરહાઉસમાં આગ ભભુકી : ૧૦ કિમી દૂરથી આકાશમાં ઉઠતી જવાળા દેખાઈ

ProudOfGujarat

સુરત : ડિંડોલી પ્રમુખ પાર્ક નજીકના સી.આર.પાટીલ રોડના બ્રિજ પર એક યુવાને કર્યો આપઘાત કરવાનો પ્રયાસ : ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!