Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં રાંદેરમાં એક મહિનાથી ગંદા પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ

Share

સુરતમાં શિયાળાની શરૂઆત સાથે સાથે ફરી એક વાર ગંદા પાણીની ફરિયાદ શરુ થઈ છે. પાલિકાના રાંદેર ઝોનમાં એક મહોલ્લામાં એક મહિનાથી ગંદા પાણીની ફરિયાદ બહાર આવી છે. અડાજણના કોળીવાળમાં દુર્ગંધ મારતા ગંદા પાણીની ફરિયાદ છતાં હજી કોઈ નિરાકરણ નહી, લોકોમાં રોગચાળાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

સુરત પાલિકામાં હાલ દિવાળીના કારણે પાણીનો વપરાશ થોડો ઘટ્યો છે જેના કારણે પાણીના પ્રેશરની બુમ સાંભળવા મળી નથી પરંતુ રાંદેર ઝોનમાં એક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને વાસ મારતું આવી રહ્યું હોવાની ફરિયાદ છે.

Advertisement

રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં કોળીવાડ વિસ્તાર આવ્યો છે. છેલ્લા 30 દિવસથી લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે તે વાસ મારતું અને ગંદુ હોવાની ફરિયાદ છે. આ અંગે પાલિકામાં ફરિયાદ કર્યા છતાં કોઈ નિકાલ આવતો નથી હજી પણ લોકોના ઘરે પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે તેના કારણે લોકોમાં રોગચાળો થાય તેવો ભય સતાવી રહ્યો છે. પાલિકા દ્વારા ગંદા પાણીની ફરિયાદના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ છે. સમગ્ર વિસ્તારમાં ગંદુ પાણી નથી પરંતુ એક જ મહોલ્લામાં આવે છે તેથી લાઈન લીકેજ હોવા સાથે અન્ય ભેળસેળ થઈ હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે.


Share

Related posts

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

ProudOfGujarat

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ પાસે હાઈવે પર મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!