Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે આવેલ શ્રી સરોવરીયા હનુમાનજી મહારાજ મંદિરે કારતક મહિનાના બીજા શનિવારે દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી

Share

આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની ઉપાસના માટે ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવેલ છે. કારતક મહિનાના દર શનિવારે શ્રી હનુમાનજી મહારાજના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.

ત્યારે આજે કારતક મહિનાના બીજા શનિવારે શ્રી સરોવરિયા હનુમાનજી મહારાજને વિવિધ ફૂલો, ફળો અને આંકડાની માળા ચડાવવામાં આવી હતી તેમજ ભાવિ ભક્તોએ આજના પાવન દિવસે લાડવા, પેંડા, કેળા ધરાવવામાં આવ્યા હતા તેમજ તેલ, સિંદૂર ચડાવી અને હનુમાન ચાલીસાના પાઠ બોલીને ભાવિ ભક્તોએ વિશેષ પૂજા અર્ચના કરી હતી. આજના દિવસે સુંદરકાંડ કરવાથી શ્રી હનુમાનજી મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અહી હનુમાજી દાદા અને અખંડ દિવાના દર્શન કરી દરેક ભક્તો ધન્યતા અનુભવી હતી. આ મંદિરના પૂજારી હરનારાયાણ દાદાએ સરોવરીયા હનુમાનજી મહારાજના મંદિર વિશેનો ઇતિહાસ જણાવ્યો હતો અને તેમજ આજના દિવસે ભાવિભક્તોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકવાણા પરિવારે મહંતનુ સ્વાગત કર્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામેથી ઉંમરપાડાના વૃદ્ધ ગુમ થયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં 250 થી વધુ HIV પીડિતો છતાં કોઈ જાગૃતિ કે અભીયાનમાં કામગીરી કરનાર સંસ્થા નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!