Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કરજણ ધાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભુકી

Share

કરજણ ધાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ધાવટ ચોકડી પાસે આજરોજ બપોરના સમયે બુટ ચપલનું વેસ્ટ મટીરીયલ લઈ વડોદરા થી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

Advertisement

આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનમાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ લાગેલી આગમાં ટેમ્પોમાં ભરેલા વેસ્ટ બુટ, ચપ્પલ નું મટીરીયલ સળગીને ખાક થઇ જવા પામ્યું હતું અને ટેમ્પોને પણ નુક્સાન થવા પામ્યું હતું…


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું એક ઇજાગ્રસ્ત થયો..

ProudOfGujarat

ભરૂચ ના આલી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા નો પ્રયાસ કરાયો, પોલીસે મામલે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

ભરૂચમાં પ્રાથમિક શાળાને તાળા, 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!