Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં બાકરોલ ગામે 30 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો : આપઘાતનું રહસ્ય અકબંધ.

Share

અંકલેશ્વરના બાકરોલ ગામે 30 વર્ષીય ગળે ફાંસો લગાવી આપઘાત કરી જીવન ટૂંકાવી હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે મેલડી માતા મંદિર ફળીયામાં 30 વર્ષીય નીતિન પ્રભાત ભાઈ વસાવા ગતરોજ રાત્રી પોતાના ઘરે હતા તે દરમિયાન મોડી રાત્રીના પંખાના હુક ઉપર દુપટ્ટા વડે ફંડો બનાવી આપઘાત કરી મોતને વ્હાલે થયા હતા. સવારે 6 કલાક બાદ પરિવારના સભ્યો જયારે રૂમમા ગયા તો નીતિન આપઘાત કરી લટકેલી હાલતમાં નજરે પડ્યો હતો જે જોતા જ પરિવારજનો તાલુકા પોલીસ મથકે જાણ કરતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો.

આશાસ્પદ યુવાને રાત્રીના દુપટ્ટાનો ફંડો બનાવી છત પંખા હુક લગાવી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોમાં આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાથમિક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. ત્યારે નીતિનએ કયા કારણસર આપઘાત કયો તે અંગે પરિજનો આઘાતમાં સરી પડતા હાલ પૂરતું કઈ જણાવ્યું ના હતું ત્યારે યુવાને આપઘાત કેમ કર્યો તે અંગે વધુ તપાસ કરવા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Advertisement

Share

Related posts

કલમઠા ગામની સર્પડંશની મહિલાને એનડીઆરએફની ટીમે બચાવી :

ProudOfGujarat

નર્મદા જીલ્લા માં ફરવા માટે આવેલા વિદેશી મહેમાનો ને ગામના અગ્રણી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા કપડા ની થેલી ઓ આપી હતી.

ProudOfGujarat

નિવાલ્દા પાસે LCBનો મેગા બસ્ટ: ₹79.46 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : નર્મદા LCBની તસ્કરો પર તવાઈ: કન્ટેનરમાંથી 33,552 બોટલ વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો – એક વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!