Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમતા સાત જુગારીયાઓને રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

Share

નવા છાપરા ગામના મંદિર ફળિયામાં સાત જુગારીઓ જુગાર રમતા હ્તા ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન જુગારનાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવા છાપરા ગામના મંદિર ફળિયામાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. જેમાં જુગાર રમતા સાત જુગારીયાઓને રૂ.50 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસની રેડથી જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11 હજાર સાથે સાત મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જુગાર રમતા અંદાડા ગામની ગોકુળ નગર સોસાયટીમાં રહેતા જુગારી ધર્મેન્દ્ર પ્રફુલ પટેલ, કમલેશ પરમાર, શૈલેષ પરમાર, મિતેશ પ્રજાપતી, મુકેશ પ્રજાપતિ અને રણજીત ડાભી, પ્રવીણ વસાવાને ઝડપી પાડ્યા હતા.

Advertisement

Share

Related posts

મલ્ટીનેશનલ કંપની દ્વારા કાશ્મીરની આઝાદીને ટેકો આપવા બદલ હિન્દુ સંગઠનો દ્વારા ગોધરામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં યુવાનની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!