Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સાંસદ અહેમદભાઈ પટેલની ગ્રાંટમાંથી નારાયણ નગર – ૪ નાં કોમન પ્લોટમાં પેવર નખાતા ગંદકીની સમસ્યા દુર થઇ

Share

સાંસદ અહેમદભાઈ પટેલ ભરૂચ જીલ્લાના વિકાસ અંગે સતત કાર્ય કરતા રહે છે તેઓ દ્વારા ભરૂચ નગર અને જીલ્લાની સમસ્યાઓ અંગે ઉકેલ લાવવામાં આવે છે. જેમ કે, તાજેતરમાં નારાયાણ નગર – ૪ માં અત્યારના કોમન પ્લોટમાં સાંસદ અહેમદભાઈ પટેલની ગ્રાંટમાંથી રૂપિયા ૨ લાખ ફાળવી પેવર બ્લોક નાખવામાં આવ્યા. આમ કરવાથી નારાયણ નગર – ૪ નાં કોમન પ્લોટની ગંદકી ની સમસ્યાનો ઉકેલ આવેલ છે. આ અંગે લોકાર્પણ કાર્યક્રમ યોજાતા ભરૂચ નગરના કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહે સાંસદ અહેમદભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને કાઉન્સીલર સલીમભાઈ અમદાવાદી, શહેર કોંગ્રેસ નાં ઉપપ્રમુખ દિનેશભાઈ અડવાણી, સુરેશ ભાઈ બરવર, લુખમાનભાઈ પટેલ, ઇન્દ્રસિંહ પરમાર, જુબેરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક રહીશોએ તેમની સમસ્યાનો ઉકેલ આવતા આનંદની લાગણી વ્યકત કરી હતી.

Advertisement

Share

Related posts

શું તમે જાણો છો કે કૃષ્ણા શ્રોફને ખ્યાતિ મળતા પહેલા તેની પહેલી નોકરી શું હતી?

ProudOfGujarat

દેશનું પ્રથમ સૌથી મોટું ડોમેસ્ટિક ક્રૂઝ આજથી શરૂ થશે, મુંબઈથી ગોવા વચ્ચે ચાલશે, એકવારમાં 350 લોકો મુસાફરી કરી શકશે

ProudOfGujarat

ભરૂચના સોનેરી મહેલ ફિડર પર આજે વીજ કાપ

ProudOfGujarat
error: Content is protected !!