Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એસઓજીએ ડાભા ગામના 8 ઇંટોના ભઠ્ઠાના માલિકો સામે કાર્યવાહી કરી

Share

 

માલિકે પરપ્રાંતિય કામદારોની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ કરાવી ન હતી

Advertisement

ભરૂચ.

ભરૂચ એસઓજીની ટીમ દ્વારા એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતિય મજૂરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળે ચાલતાં ઇંટોના ભઠ્ઠા પર ચેકિંગ હાથ ધરી હતી.

પીઆઇ એ. એ. ચૌધરી તેમજ તેમની ટીમના એએસઆઇ રવિન્દ્રભાઇ, હેકો શૈલેષભાઇ તેમજ પોકો સુરેશભાઇ, ગુફરાનભાઇ તેમજ વિપુલભાઇએ  ડાભા ગામની સીમમાં ચાલતાં 8 ઇંટોના ભઠ્ઠામાં તપાસ કરી હતી. જેમાં શ્રમજીવી તરીકે કામ કરતાં પરપ્રાંતિય કામદારો પૈકીના કેટલાંક કામદારોની નોંધ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે તેમણે આઠ ઇંટોના ભઠ્ઠા શ્રી ગણેશ બ્રીક્સ, કિશન બ્રીક્સ, હીરા બ્રીક્સ, ડી. કે. બ્રીક્સ, શક્તિ બ્રીક્સ, બ્રીક્સ, ટાટા બ્રીક્સ તેમજ પિહુ બ્રીક્સ સામે સ્થાનિક પોલીસ મથકે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતાં.


Share

Related posts

ખેડા જીલ્લા કલેકટરએ પૂજય બાપુને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી દ્વારા જરૂરતમંદોને રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો પ્રારંભ યુવાનોને યોગ્‍ય તાલીમ – માર્ગદર્શન જરૂરી -: અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!