Proud of Gujarat
bharuchdharm-bhaktiEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાની નારોલીની ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં વિશ્વ પૃથ્વી દિવસ,પર્યાવરણ જાગૃતિ કાર્યક્મની ઉજવણી કરાય

Share

વાંકલ ::માંગરોળ તાલુકાના નાની નારોલી ખાતે આવેલ ભારતીય વિધા ભવન્સમાં બાળકોમાં જાગૃતિ આવે એ હેતુ થી કાર્યકમ નું આયોજન આચાર્ય અગ્રવાલે કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ મન કી બાતમાં બાળકોને પંખીઓ માટે પાણી મુકવા પ્રેર્યા હતા. તેના ભાગ રૂપે આજે વિવિધ કાર્યકમો યોજાયા.
વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે સજાગ ગ્રુપ ના ડો. ભાવેશ શાહ અને પૌરિક શાહ તેમજ ગ્રુપના સ્વયં સેવકો દ્વારા શાળાને 1000પાણીના કુંડા આપવામાં આવ્યા હતા.દરેક બાળકોને કુંડા આપવામાં આવ્યા હતા જેથી બાળકો તેમના ઘરે કુંડામાં પક્ષીઓ માટે પાણી અને વૃક્ષો ઉગાડી શકે. ગ્રામ્ય વિસ્તારોકે રોડ સાઈડ પર પોતાનો નાનો ધંધો ચલાવતા જરૂરિયાતમંદ ધંધાદારી ઓ માટે તડકાં થી રક્ષણ મળે તે હેતુ થી 30જેટલી મોટી છત્રી ઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આ છત્રીઓ “ટોયોટા સુશો ઇન્સ્યોરન્સ બ્રોકર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ”અને ભારતીય વિધાભવન, અમદાવાદ નો સહયોગ મળ્યો હતો.શાળા પરિવારે તમામ દાતા ઓનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી જૂની પેન્શન યોજના શરૂ કરવા પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે સારવાર અર્થે દાખલ થયેલ ગુમાનદેવ મંદિરના મહંતની કોંગી અગ્રણીઓએ મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પીપદરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિજયભાઇ વસાવાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!