Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

જંબુસરમાં તસ્કરો બંધ મકાનમાંથી 4.24 લાખની ચોરી કરી રફૂચક્કર

Share

જંબુસર તાલુકામાં આવેલાં કાવા ગામે રહેતાં કુલદિપસિંહ રાજેન્દ્રસિંહ રાજ તેમના સંતાનોના અભ્યાસને લઇને જંબુસરની પ્રમુખ પ્રેરણા સોસાયટીમાં ભાડેથી રહેતાં હતાં. હાલમાં વેકેશન પડતાં તેમની પત્ની બન્ને સંતાનોને લઇને દહેજ ખાતે પિયરે ગઇ હોવાથી તેઓ સવારે ઘરને તાળું મારી કાવા ગામે જતાં હતાં. જ્યાં તેઓ ખેતીનું કામ પૂર્ણ કરી સાંજે પરત જંબુસર આવીને એકલાં રહેતાં હતાં.દરમિયાનમાં ગત 29મી એપ્રિલના રોજ તેઓ તેમના પિતાને ત્યાં હતાં. બીજા દિવસે સાંજે તેમના મકાનની ઉપર ભાડૂઆત તરીકે રહેતાં રજનીભાઇ વસાવાએ તેમને ફોન કરી જાણ કરી હતી કે, તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે જેથી તેમણે વિડીયો કોલ પર વાત કર્યાં બાદ પિતાને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ ઘરમાંથી 4.24 લાખની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 નાં મોત

ProudOfGujarat

ઝઘડિયાની યુપીએલ કંપની દ્વારા ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રાજપારડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં પોલીસ કર્મી સહિત બેને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!