Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની હરીનગર સોસાયાટીમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

Share

અંક્લેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટચોકડી પાસે આવેલાં ડાયનામિક એન્કલવ ખાતે રહેતાં યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસીયા મુળ વાલિયાના હોઇ ત્યાં હરીનગર સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. છેલ્લાં ત્રણેક વર્ષથી તે મકાન બંધ હાલતમાં હોઇ પરિવાર શનિ-રવિના રજા તેમજ વાર તહેવારે તે મકાને સાફસફાઇ અને દેખરેખ માટે જાય છે. ગત 26મી એપ્રિલના રોજ તેમના માતા-પિતા હરિનગર સોસાયટીના ઘરે ગયાં હતાં. જ્યં તેઓ રાત્રે રોકઇ બીજા દિવસે ઘરને તાળું મારી અંક્લેશ્વર પરત આવી ગયાં હતાં. દરમિયાનમાં ગઇકાલે બપોરના સમયે તેઓ તેમની પત્ની સાથે વાલિયાના ઘરે જતાં તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમણે તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં ઘરમાં મંદિરમાંથી દેવી-દેવતાઓની ચાંદીની મુર્તિઓ તેમજ રોકડા રૂપિયા 15 હજાર મળી કુલ 20થી વધુ મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : તરણેતરના મેળામાં ૧૭૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા : ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સાયકલોથોન આયોજન કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : ખોટા પ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને રદ કરવાની માંગ કરતા મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!