Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કુખ્યાત બૂટલેગર નયન બોબડા સહિત 4 શંકાસ્પદ હાલતમાં પકડ્યાં

Share

ફેબ્રુઆરીમાં પ્રોહિબિશનના વોન્ટેડ અક્ષય વસાવાની પુછપછરમાં નયન-તિલકનું નામ બહાર આવ્યું
સી ડિવિઝન પોલીસે ત્રણ નયન, તિલક અને અક્ષયનો કબજો મેળવી તપાસ શરૂ કરી
ભરૂચ.
આમોદ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આમોદ-આછોદ રોડ પર મોટા પૂલ પાસે આવેલાં ઓએનજીસીના વેલ નજીક કેટલાંક અસામાજિક તત્વો કોઇ ગુનાઇત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં ઉભા છે. જેના પગલે ટીમે સ્થળ પર પહોંચતાં એક બ્રેઝા કાર પાસે આછોદ ગામે પાણીની ટાંકી પાસે રહેતો હનિફ નિઝામ પઠાણ તેમજ પોલીસની જાસૂસી કાંડમાં ઝડપાયેલો નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ (રહે. દાંડિયબજાર સ્વામીનારાયણ મંદિર પાસે) ત્યાં ઉભેલાં જણાયાં હતાં. બીજી તરફ ત્યાં અન્ય એક ટક્સન કાર પાસે તિલક હરિકૃષ્ણ પટેલ (રહે. જ્યોતિનગર-2) તેમજ ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા (રહે. રાધે રેસિડન્સી, ચાવજ) પણ ઉભેલાં હોઇ ટીમે ચારેયને શંકાના આધારે ઝડપી પાડી તેમની પાસેથી બે કાર, તેમજ તેમના મોબાઇલ, સોનાના દાગીનાઓ સહિક કુલ 21 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાહનો પણ તેમની માલિકીના ન હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું.
દરમિયાનમાં ભરૂચ એલસીબીએ ફેબ્રુઆરી મહિનામાં પ્રોહિબિશનનો એક કેસ ભરૂચ સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં કર્યો હતો. જેમાં ચિંતન ઉર્ફે અક્ષય વસાવા વોન્ટેડ હોઇ પોલીસે તે તેની ઉલટ તપાસ કરતાં તેણે કબુલ્યું હતું કે, તે નયન બોબડો અને તિલક પટેલ સાથે મળીને વિદેશીદારૂનો વેપલો કરે છે. જેથી ભરૂચ સી ડિવિઝન પોલીસે ત્રણેયનો કબજો મેળવી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ચાલતા ગેસ રીફીલિંગ કૌભાંડનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણની ધરપકડ

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા વૃષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!