Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટના એએસઆઇ-જીઆરડી સહિત 7 જણા દારૂની મહેફિલ માણતો વિડિયો વાયરલ

Share

ભરૂચમાં સતત બીજા દિવસે પોલીસકર્મીઓ દારૂ પીતા હોવાનો બીજો કિસ્સો સામે આવ્યો
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે દારૂની મહેફિલ જમાવતાં પોલીસકર્મીઓની ઘટના સામે આવી છે. ગઇકાલે ભરૂચના હેડક્વાટર્સ ખાતે બે પોલીસકર્મીઓ દારૂની મહેફિલ જમાવતાં ઝડપી પાડ્યાં હતાં. જ્યારે હાંસોટમાં બે મહિના પહેલાં હાંસોટના પોલીસકર્મી તેમજ જીઆરડી જવાન સહિતનાઓએ દારૂની મહેફિલ વેળાં બનાવેલો વિડિયો વાયરલ થતાં તેના આધારે તેઓ બન્ને સહિત 7 જણા સામે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
હાંસોટના પોલીસ કર્મી અને જીઆરડી જવાન સહિતનાઓના વાયરલ વિડિયોને લઇને પોલીસે તપાસ કરતાં વિડિયોમાં હાંસોટ પોલીસ મથકના એએસઆઇ હિતેશ પરમાર, જીઆરડી ઠાકોર પટેલ હોવાનું તેમજ તેમની સાથે મુજાદ મોહંમદ ઝફર શેખ, મોહંમદ સફીક શેખ, નાસીરભાઇ, મહમદ અનીસ મેમણ હોવાનું માલુમ પડ્યું હતું અમેરિકાથી તેમના મિત્ર આવ્યાં હોઇ પાર્ટીનું આયોજન કરાયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. વિડિયોમાં દેખાનારા તેમજ વિડિયો બનાવનાર સહિત તેમને દારૂની મહેફિલ જમાવવા માટે ભઠ્ઠાની ઓફિસ આપનાર સહિત તમામ વિરૂદ્ધ ગુનો નોંધી બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે

Share

Related posts

રાજપીપળાનાં રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો.

ProudOfGujarat

જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ આરોગ્ય સંજીવની ખિલખિલાટ અને સીએચસી જંબુસરનાં ડોકટર અને સ્ટાફ નર્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભાવનગર GST કૌભાંડમાં SITની ટીમે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!