Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં વાલીઓનો હંગામો

Share

વાહનો દૂર ઉભા રખાતાં વિદ્યાર્થીઓને અડધો કિમી ચાલવું પડે છે

વારંવાર પાવરકટ થવાને કારણે છાત્રોને પડતી ભારે મુશ્કેલી

Advertisement

ભરૂચ.

ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે વાલીઓએ શાળા હંગામો કર્યો હતો. બાળકોને લાવતા-લઈ જતાં વાહનોને દૂર ઉભા રખાવવા સાથે, શાળામાં પાવર કટની ઘણી સમસ્યા હોવાનો રોષ વાલીઓએ વ્યકત કર્યો હતો. જોકે, શાળા સંચાલકોએ મોટાભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી.

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલ પુન: વિવાદમાં આવી છે. તાજેતરમાં જ શાળાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને શાળામાંથી જ શાળા-ટ્રસ્ટના લોકોવાળી નોટબુક લેવા દબાણ કરાયાના આક્ષેપને લઈને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાનમાં આજે પુન:શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાએ ધામા નાંખ્યાં હતાં. વાલીઓએ જણાવ્યું હતું કે, બાળકોને લાવતાં લઈ જતાં વાહનોને સ્કૂલ બિલ્ડીંગથી અડધો કિમી દૂર ઉભી રખાવી ત્યાં જ વિદ્યાર્થીઓને ઉતારી લેવા દબાણ કરાય છે. જેના કારણે અસહ્ય ગરમી હોય કે, ઠંડી કે પછી વરસાદ વરસતો હોય બાળકોએ સ્કૂલ ગેટથી બિલ્ડીંગ સુધી વજનદાર બેગ લઈને ચાલતાં જવા મજબુર બને છે. બીજી તરફ શાળામાં વારંવાર વીજળી ડૂલ થવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે બાળકોને લાઈટ-પંખા વીના અભ્યાસ કરવા મજબુર બને છે. ઉપરાંત શાળા કેન્ટીનની ફેસેલિટી બાળક લે તે માટે પણ દબાણ કરવામાં આવતું હોવાને કારણે વાલીઓ રોષે ભરાયાં હતાં.


Share

Related posts

શાંતિભર્યા વાતાવરણમાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાનો થયેલ પ્રારંભ.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જણાયા…

ProudOfGujarat

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શોપિંગ માં ટ્રકની ડીઝલ ટેન્કનું વેલ્ડીંગનું કામકાજ કરી રહ્યા હતા ત્યારે ડીઝલ ટેન્ક ફાટતાં ૪ લોકો ગંભીર રીતે દાજતાં તેવોને સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1596 થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!