Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામદારનું અકસ્માતમાં મોત

Share

ભારે પવનને કારણે 10 ટનનો રેન્કનો ઘોડો પડતાં કામદાર ઘવાયો હતો
ભરૂચ.
દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપીન અજય મંડળ ગઇકાલે સાંજે કંપનીમાં કામ કર્યાં બાદ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હાથપગ ધોઇને કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો ઘોડો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવની જાણ થતાં તેના પરિવારજનો પણ આવી ગયાં હતાં. ત્રણેક મહિનાથી તે કંપનીમાં કામ કરીરહ્યો હતો. ત્યારે  મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ તેના પરિવારને દર મહિને 30 હજાર આપવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, કંપની સત્તાધિશોએ તેમને 10 લાખનું વળતર ચુકવવાની બાંહેધરી આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના દેહનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ઉમરપાડામાં આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ.

ProudOfGujarat

કોસંબા એપીએમસીના ચેરમેન દ્વારા માંગરોળ આંગણવાડીના કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા.

ProudOfGujarat

વડોદરા શહેર પોલીસ ભવન ખાતે મિથેનોલના વેપારીઓ સાથે બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!