Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયુંઅંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

Share

ભરૂચ.

અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં ની વ્યવસ્થા કરાઈ હતી, હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી, શહેર માં કોમી એખલાસ નો માહોલ જોવા મળીયો હતો, આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે શહેર અને દેશમાં કૌમી એખલાશ નો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દૂ મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી, આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, જુનેદ પાંચભાયા, અસ્પાક બાગવાલા, ઈમ્તિયાઝ ઘોણીયા, મુસ્તાક ચીકીવાલા, સોકત ચીકીવાલા, સાદિક શેખ, જાનુ લસ્સીવાળા, સિકંદર કડીવાલા, લાલા રિક્ષાવાલા, તૌફીક મેમણ, રસીદ શેખ, મોહમ્મદ હુસેન ચુન્નુ, અતુલ મુલાણી, તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈ તંત્રનું સઘન ચેકિંગ: ૧૩થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, ૫ને શો-કોઝ નોટિસ ફટકારી

ProudOfGujarat

અમદાવાદમાં મેયરના વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હોબાળો, રોડ ખોલવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો

ProudOfGujarat

સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!