મંદિરથી સંસ્કાર ગરાય છે વિવેક સાગર સ્વામી
સમગ્ર ભરૂચ જિલ્લામાંથી પણ 36 સંતો બીએપીએસ સંસ્થામાં સમર્પિત થયા છે
ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરને 24 વર્ષ સંપૂર્ણ કરી 25 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં રજત જયંતિ ઉત્સવ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ સભામાં 6 હજાર હરિભક્તો ઉપસ્થિત રહી આવનાર વર્ષમાં ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂનથી 5 જુલાઈ સુધી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજા ના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજ નું આગમન થયું છે ત્યારે હાલ હવે મહંત સ્વામી માત્ર ભરૂચના બે ત્રણ દિવસના મહેમાન રહ્યા છે ત્યારે આજરોજ 3 જુલાઈના રોજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા ગ્રુપમાં મહંત સ્વામી ની હાજરીની અંતિમ સભામાં ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 24 વર્ષ પૂર્ણ કરી 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જેને લઇ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન આવનાર દિવસોમાં વર્ષમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવશે જેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ ઝાડેશ્વર મંદિરના યુવક યુવતીઓ બાદ બાલિકાઓ મહિલા પુરુષો સંયુક્ત પણે ઘરસભા પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો કરી અનેક લોકોને વ્યસન મુક્ત કરાવવા માટે પણ કટિબંધ થશે આવનાર દિવસોમાં 10 જુલાઈ ના રોજ ગુરુપૂર્ણિમા જેવો વિશેષ દિવસ આવી રહ્યો છે ત્યારે એ દિવસને લઈ હાલ તો પૂજ્ય મહંત સ્વામીની ઝાડેશ્વર ખાતે ઉપસ્થિતિમાં તેઓ સાથે મહા આરતી પણ સૌ હરી ભક્તોએ કરી હતી અને મહંત સ્વામીને ફૂલ દ્વારા તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરને 24 વર્ષ પૂર્ણ કરી 25 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ધરા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેને લઇને વિવિધ કૃતિઓ દ્વારા નાટ્ય નાટકો દ્વારા પણ વિશેષ સમજણ પાડી હતી આવનાર દિવસોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયો દ્વારા અનેકો લોકોને વ્યસન મુક્ત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે ત્યારે હાલતો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 15 જૂનથી 5 જુલાઈ સુધી મહંત સ્વામી ભરૂચ ના મહેમાન બન્યા છે ત્યારે આજરોજ 3 જુલાઈના રોજ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મહંત સ્વામીની હાજરીની ભરૂચમાં આજે અંતિમ સભામાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. આ ઉપરાંત ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં માં મહાઆરતી યોજાઇ હતી
