Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પંથકમાં ગુરૂપુર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

Share

ભરૂચ સોમદાસ બાપુના આશ્રમે હજારો ભકતોએ ગુરૂપુજન કર્યુ

લાયન્સ કલબ ઓફ ભરૂચ દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો

Advertisement

। ભરૂચ ।

ભરૂચ પંથકમાં ગુરૂ-શિષ્યની પરંપરા આજે પણ જીવીત હોય તેવું વાતાવરણ ઉભું થયુ હતુ. વેદ વ્યાસજીના સમયથી ગુરૂ પુર્ણિમાની ઉજવણી થતી આવી છે. આ દિવસે ગુરૂઓનું શિષ્ય દ્વારા પૂજન કરવામાં આવતુ હોય છે. આ ગુરુઓમાં કલા ગુરૂથી માંડીને વિદ્યાગુરૂ સુધીના તમામ ગુરૂઓનો સમાવેશ થાય છે. ગુરુઓનું પૂજન માત્ર આશ્રમો ખાતે જ નહી પરંતુ ગુરુઓના નિવાસસ્થાને પણ કરવામાં આવ્યું હતુ, જેના પરિણામે સમગ્ર ભરૂચ જિલ્લામાં ગુરૂપુર્ણિમાની ચહલપહલ છવાઈ ગઈ હતી. ભરૂચની અમીધરા સોસાયટીમાં આવેલા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડયા હતા.

ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં મનન આશ્રમ, શાંતિ આશ્રમ તેમજ અન્ય આશ્રમો આવેલા છે. આવા આશ્રમો ખાતે તેમજ મંદિરો ખાતે શાસ્ત્રના વિદ્વાનોના પ્રવચનો યોજાય છે. આવા વિદ્વાનોને લોકો પોતાના ગુરુ માની તેમનુ પૂજન કરે છે. સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમે ગુરૂપુર્ણિમા નિમિત્તે ભજન-સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સોમદાસ બાપુએ ભકતોને આશીવર્ચન આપ્યા હતા તેમજ લોકોને પાન, સિગરેટ અને દારૂ જેવા વ્યસનોથી દુર રહી સત્સંગી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, સનાતન ધર્મના સેવક ધનજી પરમાર, બલદેવ આહિર સહિત અનેક ભકતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ ભરૂચે મેડિકલ ચેકઅપ કેમ્પ અને આયુષ્માન કાર્ડ બનાવવાનો કાર્યક્રમ પણ યોજયો હતો.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના મુલદ નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પાંચ ગામનો સેવા સેતુ કાર્યક્રમ ભડકોદ્રા પ્રાથમિક સ્કૂલ ખાતે યોજાયો.

ProudOfGujarat

ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા ૨ ઈસમોને ચોરીના ગુનામાં ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!