Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા ૨ ઈસમોને ચોરીના ગુનામાં ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ.

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા વડોદરા ઉમા ચાર રસ્તા પાસે આવેલ શ્રી વલ્લભ એન્ટરપ્રાઈઝ તથા શ્રી ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે કલ્પેશ ડાહ્યાભાઈ પરમાર તથા ઓફિસ કામ કરતાં હિરેન અશોકભાઈ વાળંદ કામગીરી કરતા હતા.આ ઓફિસની કામગીરીમાં દર મહિને આઇ.ટી.એમ તથા સિગ્મા કોલેજ ઉપરના રૂટના ટ્રાવેલ્સના ડ્રાઇવર તથા કંડક્ટરોને માસિક પગારના નાણાં લઇ જવાની કામગીરી કરતા હતા.ત્યારે આ બંને ઈસમો કલ્પેશ થતા હિરેન ઓફિસે ડ્રાઈવર તથા કન્ડકટરનાં પગારની રકમ ૧,૬૮,૦૦૦ તથા નામવાળી કાપલી સાથેના બંડલ લઈ બાકરોલ પાસે આવેલી સિગ્મા કોલેજ તેમજ ખંધા ગામ પાસે આવેલ આઇ.ટી.એમ કોલેજ ઉપર પગાર આપવા માટે ઓફિસે થી બે વાગ્યાના સમયે નીકળ્યા હતા.ત્યારે ત્રણ વાગ્યે ટ્રાવેલ્સના માલિક અશોકકુમારની ઓફિસ ઉપર હિરેન તથા સુપરવાઇઝર કલ્પેશ પરમારનો ફોન આવતા તેમણે જણાવ્યું કે અમે બંને મોટરસાઈકલ લઈને પગાર આપવા જતા હતા ત્યારે સિગ્મા કોલેજ રોડ પર બાકરોલ ગામની સીમ પાસે બોલેરો ગાડી વાળા ઈસમોએ અમોને લૂંટી લીધા છે અને અમારી પાસેના રોકડા રૂપિયા પણ લઈ લીધા છે અને અમને બંનેને ગાડીમાં બેસાડી અનખોલ ગામ પાસે ઉતારી દીધા છે તેવી વાત માલિક અશોકકુમારને કરતા તેઓ વાઘોડિયા ચોકડી આગળ મોટરસાયકલ લઈને આવી ગયા હતા ત્યારે આ બંને સાથે વાતચીત કરતા કલ્પેશ તેમજ હિરેન કહેવા લાગ્યા કે અમોને એક બોલેરો ગાડીના ચાલકે અમારી મોટરસાયકલને ઓવરટેક કરી ગાડી ઊભી કરી અમોને ચપ્પુ બતાવી રોકડા રૂપિયાની થેલી લઇ લૂંટી લીધા હતા.આ બંનેની બનાવટી કહાની સાંભળી બંનેને સાથે લઈ અશોકકુમાર વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.જેથી વાઘોડિયા પોલીસ પી.એસ.આઇ આ બંને ઇસમોને વિશ્વાસમાં લઇ ચાલાકી પૂર્વક પૂછપરછ કરતા બંનેએ પોપટની ભાષામાં આ ટ્રાવેલ્સના માલિકની રૂબરૂમાં કબૂલ્યું કે રોકડા રૂપિયા ૧,૬૮,૦૦૦ કોઈ લૂંટી નથી ગયું અમે આ લૂંટની હકીકત ખોટી જણાવી છે પરંતુ આમાં અમે બંને એ અડધા-અડધા રૂપિયા વેચી લેવાનો પ્લાન બનાવ્યો હતો. રોકડા રૂપિયા હિરેને આજવા ચોકડી પાસે પોતાની ભાભીને આપેલા છે તેમજ આ રોકડા રૂપિયા ૧,૬૮,૦૦૦ પોતાના ઘરે નિમેટા ખાતે હોવાની કબૂલાત કરી હતી.બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરા : બિલ વગર એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતાં રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત

ProudOfGujarat

નેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!