Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની જૂની સિવિલ પાસે રહેતો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, એક વોન્ટેડ

Share

બી ડિવિઝન પોલીસે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધ્યો
ભરૂચ.
ભરૂચ શહેરના જૂની સિવિલ પાસે આવેલાં ખોડિયાર માતા મંદીર પાસે રહેતાં એક શખ્સને ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાાં બરકતવાડ વિસ્તારના શખ્સ પાસેથી ગાંજો લાવતો હોવાનું જણાવતાં ટીમે તેને વોન્ટેડ જાહેર કર્યોહતો. પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેરની જૂની સિવિલ પાસે આવેલાં ખોડિયાર માતાના મંદીર પાસે રહેતો રફિક આઝાદઅલી દિવાન તેના ઘરે ગાંજાનો વેપલો કરે છે તેવી ચોક્કસ બાતમી ભરૂચ બી ડિવિઝન પોલીસને મળતાં ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. ટીમે તેના ઘરમાં તપાસ કરવા સાથે તેનું ચેકિંગ કરતાં તેના ખિસ્સામાંથી કુલ 28.6 ગ્રામ જેટલો ગાંજો ભરેલી બે થેલીઓ મળી આવી હતી. ટીમે તેની ઉલટ તપાસ કરતાં તેણે કબુલ્યું હતું કે, તે શહેરના બરકતવાડ વિસ્તારમાં રહેતાં અલ્તાફ ઉર્ફે ખપે શેખ પાસેથી લાવ્યો હોત. જેથી ટીમે બન્ને વિરૂદ્ધ નાર્કોટીસ્ક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટન્સીસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ અલ્તાફ ઉર્ફે ખપે શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરના ઐતિહાસિક અમૃત કુંડમાં મળ્યું પ્રાચીન શિવલિંગ : ASIના સંરક્ષણ કાર્ય દરમિયાન 65 ફૂટ ઊંડા કુંડનું પાણી કાઢતાં થયો મહત્વનો પુરાતત્ત્વીય શોધ

ProudOfGujarat

ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!