Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર એકથી દોઢ ફૂટના ખાડાઓથી શ્રદ્ધાળુંઓ પરેશાન 

Share

આવનાર ૨૪ જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ થાય તે પહેલા માર્ગની મરામત કરાય તેવી શિવભકતોની માંગ
। ભરૂચ ।
ઝાડેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ થી માત્ર એક કિલોમીટરના જ અંતર આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર કે આ મંદિરે અહીં ઝાડેશ્વર ભરૂચ કે ગુજરાત જ નહી પરંતુ દેશભરમાંથી યાત્રાળુઓ નર્મદા સ્નાન કરી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા ખુબ જ મોટી સંખ્યામાં રોજબરોજ યાત્રાળુઓના ધસારો જોવા મળતો હોય છે. હાલ આવનાર દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે ત્યારે ઝાડેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ શ્રી નીલકંઠેશ્વર મંદિર સુધીના માર્ગ ઉપર એક થી દોઢ ફુટ સુધીના ઉંડા ખાડાવાળા રોડ પર અનેક યાત્રાળુઓ પટકાતા તેઓને નાની મોટી ઈજાઓ પણ થાય છે અને એમાય વરસાદી માહોલમાં આ ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખ્યાલ ન આવતા અનેક વાહન ચાલકો ખાડામાં પટકાતા હોય છે.
ત્યારે આવનારા દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં અહીં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવજીના દર્શન અર્થે ઉમટી પડતા હોય છે ત્યારે શ્રાવણ માસ પહેલા જ ઝાડેશ્વર ને.હાઈવે નં.૮ થી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીનો માર્ગ ઉપર પડેલા ખાડાઓને પુરી માર્ગનું સમારકામ કરવામાં આવે જેથી અહીં આવતા યાત્રાળુઓને કોઈક પ્રકારની તકલીફ ન પડે. ઝાડેશ્વર નેશનલ હાઈવે થી નીકલંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગ પર જ અનેક સ્થળો આવેલા છે જેમાં બબાકુમારીઝ અનુભૂતિ ધામ તથા તપોવન સત્યમ કોલેજ, સ્વામિનારાયણ વિદ્યાલય, મનન આશ્રમ તેમજ નીલકંઠ નર્સરી જેવા અનેક સ્થળો આવેલા છે. આ સાથે જ અહીં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવ્યુ છે જેથી આ માર્ગનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ત્યારે અહીં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાન ભોલેનાથના દર્શન અર્થે આવતા હોય છે. તદઉપરાંત અહીંથી કાવડયાત્રાઓ પણ જેઓની કાવડ નર્મદા સ્નાન કરી કાવડયાત્રાનો પ્રારંભ કરતા હોય છે. ઉપરાંત અહીં ખુબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓનો પણ ધસારો જોવા મળતો હોય છે. તેમજ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત અન્ય રાજયમાંથી પણ ટુર મારફતે હજારોની સંખ્યામાં શિવભકતો નર્મદા સ્નાન કરી ભગવાન ભોલેનાથના દર્શન કરવા આવતા હોય છે ત્યારે ઝાડેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ થી નીલકંઠેશ્વર મહાદેવ મંદીર સુધીનો માર્ગ બિલકુલ ખાડામય બની જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આવનાર ૨૪ જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાવણ માસના પ્રારંભપહેલા જ આ રોડનું મરામત કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

Share

Related posts

ભરૂચ પંથકમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન ના કરી ટયુશન કલાસો ચલાવતા શિક્ષકો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યુવક નેતૃત્વ સહકારી તાલીમની પૂર્ણાહૂતી યોજાઈ

ProudOfGujarat

વાંકલ : વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલના દર્દીઓનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!