Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ પર 700થી વધુ કાવડિયાઓનું આગમન, ખરાબ રસ્તાને લઈ ભારે નારાજગી

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લાના ઝારેશ્વર ખાતે મા નર્મદા નદીના તટ ઉપર  આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર એ શિવભક્તો માટે અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે અહીં ગુજરાત સહિત સમગ્ર દેશમાં રહેલા શિવભક્તો દરરોજ મોટી સંખ્યામાં દર્શન અર્થે આવીને  નર્મદા સ્નાન કર્યા બાદ શિવલિંગના દર્શન કરી ધાર્મિક ધન્યતા અનુભવે છે
ભરૂચ નજીક ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલું  શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આ શિવ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતિક બિંદુ છે મંદિર પરિસરમાં ઘણી બધી  વ્યવસ્થાઓ કરવામાં આવી છે અહીં દૂર દૂરથી આવેલા સાધુ-સંતો અને પરિક્રમા વાસીઓને આશરો મળે છે નર્મદા નદીના સંગમ સ્થળ પર આવેલ આ પવિત્રધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે.
રવિવારના રોજ સાંજે પાંચ કલાકે સુરત સહિત અન્ય  રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 700થી વધુ કાવડયાત્રીઓ ઝાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ ના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે આખું મંદિર પરિષદ ૐ નમઃ શિવાય ના નાદ થી ગુજી ઉઠ્યુ હતું પરંતુ આ ભક્તિભવ વચ્ચે પણ  કાવડ યાત્રીઓને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો ઝાડેશ્વર નેશનલ હાઇવે નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના એક કિલોમીટરના માર્ગ ઉપર પ્રથમ વરસાદમાં મસ્ટ મોટા ખાડાઓ પડી ગયા હતા જે ખાડાઓને લઈ અનેક  શિવભક્તોને મંદિર પહોંચવામાં ઘણી જ તકલીફો પડતી હતી  જેને મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્ર દ્વારા ખારા ઓમાં મેન્ટલ નાખી દેતા અને ત્યારબાદ ત્યાં રોલર કે પેચ વર્ગની કામગીરી ન કરવામાં આવતા ખારામાં પુરેલા મેન્ટરો રોડ ઉપર આવી જતા કાવડયાત્રીઓને તેઓએ બુટ ચંપલ વિના કાવડયાત્રાઓ માં જોડાતા હોય છે ત્યારે તેઓને આ માર્ગો પરથી પસાર થવું ઘણી જ મુશ્કેલ પડ્યું હતું અને કાવડયાત્રીઓને પગમાં પથ્થર વાગવાથી તેઓને કાવરયાત્રાની ગતિ ધીમી પડી ગઈ હતી. સુરત સહિત અન્ય રાજ્યમાંથી આવેલા કાવડયાત્રીઓએ એક અપીલ કરી હતી કે આવનાર 24 તારીખથી ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં હજી પણ કાવર યાત્રીઓ માં નર્મદાના સ્નાન કરી ભગવાન નીલકંઠેશ્વર ના દર્શન કરી તેઓની કાવર યાત્રાને પ્રસ્થાન કરશે ત્યારે આવી પરિસ્થિતિમાં વહેલી તકે આ માર્ગની મરામત કરવામાં આવે જેથી કરી અહીં આવતા શિવ ભક્તો અને કાવરયાત્રીઓને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે અને તેઓની કાવર યાત્રા સુખરૂપ  કાવડયાત્રા સુંદર રીતે સંપૂર્ણ થાય તેવી કાવ0યાત્રીઓએ પ્રશાસન અને ઝાડેશ્વર ગામ પંચાયતના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.

Share

Related posts

અંકલેશ્વરમાં ડાયટિશિયન સંધ્યા મિશ્રાએ ધો. 10 ના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા ના ગામ ખાતે એક પરણિત યુવતી સાથે ગામનાજ યુવાને માર મારી છેડતી કરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે……..

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!