Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરતથી 36 વર્ષથી આવતા કાવડયાત્રીઓએ નર્મદા નદીના જળ કાવડમાં લઈ સુરત રવાના

Share

ભરૂચ.
શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળા અભિષેક કરાવવાનો અનેરો મહિમા રહ્યો છે અને છેલ્લા 36 વર્ષથી સુરતમાંથી શિવમિત્ર મંડલ સંઘ દ્વારા પરંપરા મુજબ મોટી માત્રામાં કાવડયાત્રીઓ ( KAVADYATRI )આવ્યા હતા અને નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં જળ લઈ ધાર્મિક પૂજા અર્ચના સાથે કાવડયાત્રા પરત સુરત રવાના થઈ હતી જે સોમવારે શિવજીને જળાભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરનાર છે
દક્ષિણ ગુજરાતના સુરત ઉધના ખાતેથી 1990માં માત્ર 11 કાવડયાત્રીઓથી કાવડ યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે કાવડયાત્રાનું મહત્વ વધી ગયું છે જેના પગલે દક્ષિણ ગુજરાતમાંથી મોટી માત્રામાં કાવડયાત્રીઓના મંડળો ની સંખ્યામાં વધારો થયો છે અને દર શ્રાવણ માસ પૂર્વે મોટી માત્રામાં સુરત તરફથી કાવડયાત્રીઓ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર કાવડ યાત્રીઓ આવતા હોય છે અને પરંપરા મુજબ આજે બપોર બાદ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત ઉધના તરફથી શિવ મિત્ર મંડલ કાવડ સંઘ યાત્રીઓ આવી પહોંચ્યા હતા. હર હર નર્મદે હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં પવિત્ર નર્મદા નદીના જળ લઈ મહાદેવની આરતી સાથે કાવડયાત્રા દશાશ્વમેઘ ઘાટથી પગપાળા સુરત રવાના થયા હતા.
ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાતું હોવાની માન્યતાઓ રહી છે અને પવિત્ર નર્મદા નદીનું જળ શ્રાવણ માસમાં શિવજીને જળ અભિષેક કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની પણ શ્રદ્ધાઓ શિવ ભક્તોમાં રહી છે ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરના જિલ્લાઓમાંથી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈ શ્રાવણ માસના દર સોમવારે શિવજીને જળાભિષેક કરાવવા માટે નર્મદાના જળ લઈ કાવડ યાત્રા કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે.

Share

Related posts

સુરત / પાલિકા સામે પડેલા ધારાસભ્યએ કહ્યું, દબાણો નહીં હટે તો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.

ProudOfGujarat

ભરૂચના કેબલ બ્રિજ ખાતે અજાણ્યા ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!