Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંભેટી ગામે પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી જાતે સળગી જઇ આપઘાત કર્યો

Share

દહેજ પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં ભુવા ગામે રહેતાં હરિભાઇ પટેલની પુત્રી ઉર્મિલાના લગ્ન સંભેટી ગામના ભરત બાધર પઢિયાર સાથે વર્ષ 2017માં થયાં હતાં. દાંપત્યજીવનમાં તેમને બે પુત્રીઓનું સુખ મળ્યું હતું. લગ્ન બાદ ઉર્મિલાના સાસુ કમળા, નણંદ ગીતા હિતેષ પઢિયાર સહિતનાઓ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ ગુજારતાં હતાં. જમવાનું બનાવવા સહિતના મુદ્દે વારંવાર તકરાર કરતાં હતાં. જેના પગલે તે તેમની પુત્રીઓ સાથે પિયરે આવી ગઇ હતી. દરમિયાનમાં તેના પતિએ તેના ઘરે આવી તેમની એક પુત્રીને લઇને ઘરે જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં હરીભાઇ પટેલે તેમની પુત્રી ઉર્મિલાને સમાજતાં કે તેમની પુત્રીનો અભ્યાસ બગડે છે. ત્યારે તે પણ તેના પતિના ગયાના થોડા સમય બાદ તે પણ સંભાટી ગામે જવા માટે નિકળી હતી. બીજા દિવસે ઉર્મિલાએ ફનો કરી જણાવ્યું હતું કે , તેનાસાસુ,અને નણંદ દ્વારા તેને ત્રાસ ગુજાર્યો હતો. તેમજ તેનો પતિ આવી જતાં તેમની ચઢામણીથી તેઉશ્કેરાઇ ગયો હતો. તેમજ તેણીને માર મારી ઇજાઓ પહોંચાડતો હતો. જેથી તે ત્રાસી ગઇ છે. અને આ રીતે જીવવું તેના કરતાં મરવુ સારુ તેમ કહેતી હતી. દરમિયાનમાાં ઉર્મિલાએ તેના પતિ ભરત બાધર પઢિયાર, સાસુ કમળાબેન તેમજ નણંદ ગીતા હિતેષ પરમારના ત્રાસથી કંટાળીને પોતાના શરીર પર કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જતાં તેને તાત્કાલિક સારવાર માાટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. હરીભાઇને જાણ થતાં તેઓ પરીવાર સાથે ત્યાં પહોચી ગયાં હતાં. તબીબે જણાવ્યું હતું કે, તેમની પત્નીનું સારવાર વેળા મોત નીપજ્યું છે. ત્યારે મૃતક ઉર્મિલાના પિતાએ તેના પતિ ભરત બાધર પઢિયાર, સાસુ કમળાબેન તેમજ નણંદ ગીતા હિતેષ પરમારપતિ ભરત બાધર પઢિયાર, સાસુ કમળાબેન તેમજ નણંદ ગીતા હિતેષ પરમાર તેમની પુત્રીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરિત કરવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat

પાલેજ પંથકમાં ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી…

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સેનીટાઇઝની કામગીરી બંધ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!