Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

ચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આટલા ઉપાયો ચોક્કસથી અપનાવો

Share

ભરૂચ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરાએ પાણીજન્ય રોગચાળાથી બચવા માટેના ઉપાયો જણાવ્યાં : પાણીને સારી રીતે ઉકાળીને પીવોપાણી ઉકાળવાથી તેમાં રહેલાં રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે

 ભરૂચ  
 ચોમાસામાં કોલેરાટાઇફોઇડઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે. આ રોગોથી બચવા માટે ભરૂચ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે.એસ. દુલેરાએ  જણાવ્યું કે હતું કે, “વ્યક્તિગત સ્વચ્છતાપીવાનું શુધ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલાં તો એ જરૂરી છે કે આપણે પીવાના પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીએ. જો પાણીનો સ્ત્રોત શંકાસ્પદ હોય તો પાણીને સારી રીતે ઉકાળીને પીવોકારણ કે ઉકાળવાથી તેમાં રહેલાં રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. જો ઉકાળવું શક્ય ન હોય તો ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે કલોરિનની ગોળીઓને લગભગ 20 લીટર પાણીમાં નાખીને અડધો કલાક સુધી મૂકીને પછી તેનો ઉપયોગ કરવો જોઈએજેથી કેમિકલ સંપૂર્ણપણે ઓગળી જાય છે અને તે બેક્ટેરિયાનો નાશ કરી શકે. ગટરો અને ખાડાઓમાં સમયાંતરે પાણી એકઠું થતું હોય તેવાં વિસ્તારો જેવાં ગંદા સ્થળોને પણ સાફ કરવા જરૂરી છે. સ્થિર પાણી મચ્છરો અને સૂક્ષ્મજંતુઓ માટેનું સંવર્ધન સ્થળ બની જાય છે. નિયમિત સફાઈથી વાતાવરણ સ્વચ્છ રહે છે અને સંક્રમણ ફેલાવાની સંભાવના ઓછી થઈ જાય છે.”

  આ સાથે જ ભોજનની સ્વચ્છતાનું પણ ખૂબ મહત્વ છે. ખુલ્લાવાસી અથવા ગંદા હાથથી બનેલાં ખોરાકથી પાણીજન્ય રોગો વધે છેતેથી તાજાસ્વચ્છ અને ઘરે રાંધેલાં ખોરાકનું સેવન કરવું જોઈએ. ખોરાક તૈયાર કરતાં અને પીરસતાં પહેલાં હાથને સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ ઉપરાંત ઘન કચરાના નિયમિત નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. કચરો એકઠો થવો એ માખીઓ અને અન્ય જીવાતોને ઉછેરે છે જે ખોરાક અને પાણીને ચેપ લગાવી શકે છે.

Advertisement

  ઉપરાંત વારંવાર હાથ ધોવા ખાસ કરીને શૌચ પછીખોરાક રાંધતા પહેલાં અને બાળકોને ખવડાવતા પહેલાં હાથને સાબુથી અથવા રાખથી સારી રીતે ધોવા જોઈએ જે પાણીજન્ય રોગોને રોકવાનો એક સરળ પરંતુ અત્યંત અસરકારક માર્ગ છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં સ્વચ્છતા અને સતર્કતાને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ. જો આપણે પીવાના પાણીની સલામતીસ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન આપીએતો આપણે આપણી જાતને અને આપણાં પરિવારોને પાણીજન્ય રોગચાળાથી બચાવી શકીએ છીએ.


Share

Related posts

કેન્દ્ર સરકારના અતિમહત્વ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે.

ProudOfGujarat

વાલીયા તાલુકાના તુણા ગામે અહેમદ પટેલના હસ્તે સ્મશાનગૃહની લોકાર્પણ વિધિ યોજાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકામાં સૌથી વધારે 5 ઇંચ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!