Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં સુપરવાઈઝરની હત્યા કેસમાં ચોથો આરોપી પણ આખરે સકંજામાં 

Share

હત્યા કરી મૃતદેહને ભેંસલી ગામની સીમમાં ફેંકી દીધો હતો.
યુપીના ઝાંસીના અતુલ ભગવતશરણ પટેરીયાના ભાઈ દિલીપકુમાર ઉર્ફે દિપક વડોદરાની આર્યા રોડલાઈન્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી હતો. અને જોલવા ખાતે રહીને તેમના ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. દરમિયાનમાં 22મી સપ્ટેમ્બર 2024ના દિવસે ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે અવાવરૂ જગ્યાએથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, બાદમાં મૃતકના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં તેમા તેનું ગળુ દબાવી, છાતીને કોઈરીતે દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ધટસ્ફોટ થયો હતો.
પોલીસે મામલામાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં દિલીપ ઉર્ફે દિપકનો આર્યા ટ્રાન્સપોર્ટમાં જ ડ્રાઇવિંગ કરતાં શાહનવાઝ ઉર્ફે ખુરશીદ તેમજ સોહેલ અહેમદ સાથે રૂપિયાની લેવડ દેવડને લાઈને વિવાદ હોવાનું માલુમ પાડયું હતું. ટીમની તપાસમાં મૃતકના બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડ્યાં હોવાનું માલૂમ પડતાં ટીમે તેના સીસીટીવી કુટેજ તપાસતા તેમાં શાહનવાઝ ઉર્ફે ખુરશીદ, સોહેલ અહેમદ, મહમદ હદીશ તેમજ મહમદ અનસે રૂપિયા ઉપાડ્યાનું માલુમ પડયું હતું. જેના આધારે પોલીસે પહેલાં સોહેલ અહેમદ, મહંમદ હદીશ તેમજ મહમદ અનસને ઝડપી પાડ્યા હતાં. જયારે યુપીના પ્રતાપગઢનો વતની અને હાલમાં છત્તીસગઢ ખાતે રહેતો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ખાન ફરાર હતો. દરમિયાનમાં ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શાહનવાઝ ઉર્ફે ખુરશીદ  છત્તીસગઢના રાયગઢ ખાતે ડ્રાઇવિંગ કરે છે. જેના પગલે દહેજ પીઆઈ એચ. બી. ઝાલાએ તેમની ટીમને રાયગઢ મોકલતાં ટીમે તેની ધરપકડ કરી દહેજ લઈ આવ્યાં હતાં. પોલીસે તે અત્યાર સુધી ક્યાં ફરાર હતો, હત્યા કરવા પાછળનું સાચું કારણ શું તે સહિતના પ્રશ્નોની માહિતી મેળવવા તેના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં કિનારે સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ચાલતી તૈયારીઓને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો.

ProudOfGujarat

શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ પંચમહાલ રાજુ સોલંકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!